રતલામ :મધ્યપ્રદેશના રતલામના લક્ષ્મણપુર પીએનટી કોલોની સ્થિત એક મકાનમાં ચાર્જિંગ માટે મૂકેલા સ્કૂટરમાં આગ લાગી ગઈ હતી.
સ્કૂટરની બાજુમાં જે એક્ટિવા પાર્ક કરેલું હતું તે પણ આગની લપેટમાં આવી ગયું હતું. અકસ્માતમાં એક 11 વર્ષની બાળકીનું મોત થઈ ગયું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
મળતી માહિતી મુજબ, પીએનટી કોલોનીમાં રહેતાં ભગવતી મૌર્ય અને તેના પરિવારના લોકો ઈ-સ્કૂટર ચાર્જિંગમાં મૂકીને સુઈ ગયા હતાં. રાત્રે ચાર્જિગ પૂરુ થયાં બાદ તેમાં એકાએક આગ લાગી ગઈ અને તેના કારણે બાજુમાં પડેલી એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગઈ.
Reporter: admin