કારેલીબાગ ખાતે આવેલ મુક ધ્વનિ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડન જયુબેલીની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વાર્ષિક ઉજવણી અને સંસ્થાના પચાસ વર્ષ નિમિતે મુક બધિર બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ બાંબુ ડાન્સ જે મિઝોરમમાં ખૂબ પ્રખ્યાત છે. મલ્હારી ડાન્સ, ફેશન શો,દેશભક્તિ ગીત પર ડાન્સ તથા સર્વ ધર્મ સમભાવ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. મુક ધ્વનિ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી રિકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મુકધ્વનિ ટ્રસ્ટના બાળકો દ્વારા જે કાર્યક્રમ થયો એમનો શ્રેય અમારી સ્કૂલના શિક્ષકોની અથાગ મહેનત છે. આ બાળકોકઈ જ સાંભળી શકતા નથી, કે બોલી શકતા નથી તેમ છતાં એમની જ સ્કૂલના શિક્ષકો દ્વારા ફકત સાંકેતિક ભાષાથી શિખડાવ્યું હતું. આ બાળકોએ દરેક પરફોર્મન્સ અદભુત રીતે કરી બતાવ્યું હતું.આ ટ્રસ્ટની શરૂઆત ૧૯૭૪ માં ૧૨ બાળકો દ્વારા દાંડિયા બજારથી કરવામાં આવી હતી. આજે આટલા બાળકો આ સ્કૂલમાં રહી પ્રાથમિકથી લઈ કોલેજ સુધીનો અભ્યાસ કરે છે.

આ સંસ્થાના ચાર બાળકોને તાજેતરમાં જ ગુજરાત ટી -૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માં વિજેતા હાંસલ કરી હતી. આ સિવાય અનેક સ્પર્ધાઓ મુક ધ્વનિના બાળકોએ ઇનામો પ્રાપ્ત કર્યા હતા.વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે મુકબધિર બાળકો પાછળ આટલી સરસ મહેનત કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અહીંના તમામ શિક્ષકો તથા બધા ટ્રસ્ટીઓને ખુબ ખુબ અભિનંદન આપું છું. સાથે સેફલર ઇન્ડિયા લિ.એ આ સંસ્થાને સી.એસ. આર હેઠળ ખૂબ મોટું દાન કર્યું એ બદલ એમને પણ અભિનંદન આપુ છું. અહી દાન આપનારા તમામ દાતાઓનું સાંસદ હેમાંગ જોશી તથા બાલકૃષ્ણ શુક્લાના હસ્તે અહીંના બાળકો દ્વારા જ તૈયાર કરેલ મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, બાલકૃષ્ણ શુક્લ દંડક વિધાનસભા, એલએન્ડ ટીના અવનીબેન, હેમાબેન જૈન, સેફલાર ઇન્ડિયા લિ.ના જય પ્રકાશ નાયર, વડોદરા સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ના પ્રમુખશ્રી પી. પી. કાનાણી, કડવા પટેલ સમાજ ના પ્રમુખ માજી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મૂક ધ્વનિ ટ્રસ્ટના ડો. ભેસાણીયા તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ગરબા ગાયક ફાલ્ગુનીબેન ભેસાણીયાએ કર્યું હતું.


Reporter: admin







