News Portal...

Breaking News :

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ મીટર ના નામે ઉઘાડી લુટ ગ્રાહકને રૂપિયા 9.24 લાખ નું બિલ મોકલ્યું

2024-05-21 23:55:00
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ મીટર ના નામે ઉઘાડી લુટ ગ્રાહકને રૂપિયા 9.24 લાખ નું બિલ મોકલ્યું



        મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરા શહેરના નાગરિકોને સ્માર્ટ મીટર બેસાડીને વીજ ઉપયોગના નામે ખિસ્સા હળવા કરવાના અનેક બનાવો બાદ જાગૃત નાગરિકો દ્વારા વીજ કંપની વિરુદ્ધ આંદોલન કરવામાં આવતા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તો બીજી તરફ ગોરવા ભાઈલાલ મેરેજ હોલ ની સામે રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ નંબર 26 માં રહેતા મૃત્યુદર ભાઈ ને વીજ કંપની દ્વારા રૂપિયા 9.24 લાખ વધુ નો બીલ મોકલવામાં આવતા તેઓ ચોકી ગયા હતા.




બે માસના નિયમિત વીજ વપરાશ નું બિલ લગભગ ₹2,000 ની આસપાસ આવતું હોય ત્યારે અચાનક તોતિંગ બિલ મોકલવામાં આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું હવે આ વીજ બિલ ની રકમ ગરીબ પરિવાર ક્યાંથી ભરપાઈ કરી શકશે તેઓ સવાલ ઉઠવા પામ્યો છે તો બીજી તરફ વીજ કંપનીની ઉઘાડી લૂંટનો આ ચોકાવનારો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે 



વીજ કંપનીના સત્તાધીશો આ મામલે મૌન ધારણ કરીને બેઠા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે જાગૃત નાગરિકો માટે પણ આ કિસ્સો વીજ કંપનીની ઉઘાડી લૂંટ સામે લાલબત્તી સમાન છે

Reporter: News Plus

Related Post