News Portal...

Breaking News :

શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ - વડોદરા આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ દ્વિદશાબ્દી મહોત્સવ

2024-05-21 21:04:40
 શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ - વડોદરા આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ દ્વિદશાબ્દી મહોત્સવ






આ મહોત્સવ પૂર્વે વાલા ભક્તજનો એ પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસજી સ્વામી તીર્થધામ કુંડળની પ્રેરણાથી
મંગળ ગીત, ગાન પ્રભાત, ફેરવી સંધ્યાફેરી નું વિવિધ આયોજન કરી તારીખ 5 /5/ 2024 થી 20/ 5 /2024 સુધી ઘનશ્યામ મહારાજને રાજી કર્યા . તા.20 5 2024 ના રોજ મહોત્સવ ઉપક્રમે બ્રહ્મચોરાસી (બ્રહ્મ ભોજન) કરવામાં આવી જેમાં ૧૨૦૦ થી વધુ ભૂદેવને પૂજ્ય ગુરુજી તથા સંતો ના હસ્તે ભોજન પ્રસાદ તથા દાન દક્ષિણાનો અનેરો લાભ આપવામાં આવ્યો 




ત્યારબાદ 21 5 2024 ના રોજ સાંજે 4:30 વાગે જ્ઞાન રેસીડેન્સી થી પોથીયાત્રાનો આ મહોત્સવનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો જેમાં પૂજ્યપાદ સદગુરુ શ્રીજ્ઞાનજીવનદાસ સ્વામી તીર્થધામ કુંડળ તથા તેમના સંત મંડળ દ્વારા આ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં વિશેષ ઉપસ્થિતિ વૈષ્ણવ હવેલી પંથના પરમ પૂજ્ય ગુરુજી યોગેશ બાવાજીએ મંગલ પ્રવચન આપી સભાને સંબોધિત કરી આ મહોત્સવ અંતર્ગત હજારો હરિભક્તો દેશ વિદેશમાંથી લાભ લેશે.



આ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેમ કે 
૧. અખંડ ધૂન, મંત્ર લેખન, દંડવત, પ્રદક્ષિણા, કથા વાર્તા નો ભક્તો લાભ ઉઠાવશે
૨. બાલ બાલિકા શિબિર 
૩. પ્રૌઢ પ્રૌઢા શિબિર 
૪. યુવા યુવતી શિબિર 
૫. એક દિવસીય હરિયાગ 
૬. આ કારેલીબાગ સ્થિત વાલા ઘનશ્યામ મહારાજનો અભિષેક અભિષેક દર્શન તથા અલભ્ય અન્નકૂટ દર્શન 
૭. મહિલા મંચ 
૮. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ મહાસંમેલન તથા રવિ સભા 
૯. પંચાળા રાસનું થ્રીડી વીડીયો લોન્ચિંગ 
૧૦ . વડતાલ ધામ દી શતાબ્દી આમંત્રણ સોંગ વિમોચન 
૧૧. આચાર્ય મહારાજ શ્રી એ રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ 
૧૨. સામૂહિક મહાપૂજા 
આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન આ મહોત્સવ અંતર્ગત થવા જઈ રહ્યું છે જેમાં હજારો હરિભક્તો દેશ વિદેશમાંથી લાભ લેશે....

Reporter: News Plus

Related Post