વડેદરા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે વિશ્વામિત્રિ નદીના પાણી તેની ભયજનક સપાટી વટાવતા શહેરમાં પૂર ની સ્થિતિ સર્જાય અને વડોદરા શહેર મા ઠેર ઠેર પાણી ભરવા લાગ્યા.
સતત વરસાદ ને લીધે પરિસ્થિતિ ગંભીર થઇ ત્યાર બાદ લોકોના ધરો માં પાણી ભરાવવા લાગ્યા .આ પરિસ્થિતિ માં લોકો ભોજન અને પાણી માટે વલખા મારવા લાગ્યા.આવી વિકટ પરિસ્થિતિ મા અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં આવેલ માઁ મોગલ ચેરિટેબલ ટ્રસ્ટ (નિકોલ, અમદાવાદ )જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થે સેવા કરતી સંસ્થા માનવ સેવા એજ મોગલ સેવા જે પૂરગ્રસ્ત લોકો ને વાહરે આવી.
આજ રોજ માં મોગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર પૂરગ્રસ્ત વિસતારમા તથા સેલ્ટર હોમ સ્થાંળતર કરેલ લોકો માટે અને સમા, નિઝામપુરા વિસ્તાર માં ૧૫૦૦ જેટલા ફૂડ પેકેટ અને ૧૨૦૦ પાણી બોટલ નુ વિતરણ કરવામા આવ્યુ. આ સેવાકીય પ્રવૃતિમાં માઁ મોગલ ચેરીટેબલ ટ્સ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
Reporter: admin