TIP અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા ની વડી કચેરી ખાતે ડે મ્યુનિ કમિશનર એચ જે. પ્રજાપતિ સાહેબ ના અધ્યક્ષ સ્થાને શહેર મલ્ટી પ્લેક્ષ એસોસિએશન, મર્ચન્ટાઈલ એસોસિએશન ના હોદેદારો સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ.આગામી લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધારવા માટે આજરોજ મલ્ટીપ્લેકસ એસોસિએશન, મર્ચનટાઇલ એસોસિએશન નાહોદેદારોની બેઠક વડોદરા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમા લોકસભા સામાન્ય ચૂંટણી આગામી ૭મી મે ૨૦૨૪નાં રોજ યોજાનાર છે ત્યારે લોકશાહી નો સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણી ૨૦૨૪ માં વડોદરા શહેર વિસ્તારના તમામ ધંધાર્થીઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ આયોજનો કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં તમામ એસોસિએશન દ્વારા તેમના સભાસદો/સભ્યો દ્વારા મતદાન અવશ્ય કરવા બાબતનાં બેનર લગાવવા ,મતદાન ના દિવસે મત આપી ને આવેલ મતદારને પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ આપવું, સિનેમા ખાતે શક્ય હોય તો મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ મુકવા, હોટલ/રેસ્ટોરન્ટમાં મતદાન જાગૃતિ વધારવા અંગેની રંગોળી બનાવવી, દરેક દુકાન રેસ્ટોરન્ટ દ્વારા દરેક બિલમાં શક્ય હોય તો મતદાન જાગૃતિ નો રબર સ્ટેમ્પ બનાવી આપવા ચર્ચા કરવામાં આવી હતી.તેમજ અન્ય એસોસિએશન પણ પેકિંગ પ્રોડક્ટમાં પણ મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવા તથા મતદાન વધારવા માટે પ્રયત્નો કરવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી તથા મતદાન અંગેના સંકલ્પ પત્ર મુજબ પોતે તથા પોતાના તાબાહેઠળ કામ કરતા તમામને અવશ્ય મતદાન કરાવવા સંકલ્પબદ્ધ થયા હતા.આ બેઠકમા વડોદરાના મલ્ટીપ્લેકશ એસોસિએશન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus