તરસાલી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથધરી છે.
વડોદરામાં થોડા દિવસ પૂર્વે જવારાઓનું વિસર્જન કરવા જતાં એક યુવકનું ડૂબી જતાં મોત થયું હતું. તેવામાં રવિવારે મોડીરાત્રે શહેરના તરસાલી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથધરી હતી.વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી શહેરના જળાશયો તળાવો પણ છલોછલ પાણીથી ભરાયા છે. ત્યારે બીજી તરફ શહેરમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી રહી છે.
થોડા દિવસો પૂર્વે વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં દ્વારા વિસર્જન કરવા ગયેલો એક યુવક ડૂબી જતાં તેનું મોત થયું હતું. તેવામાં રવિવારે મોડી રાત્રે તરસાલી તળાવ બહાર કેટલાક સ્થાનિક લોકો બેઠા હતા. જેઓને તરસાલી તળાવમાં એક લાશ દેખા દેતા તુરંત એ લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ઘટનાને પગલે ફાયબ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. લાશ બહાર કાઢતા આશરે 20 થી 22 વર્ષની એક યુવતીની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ યુવતી કોણ છે. તેની ઓળખ છતી થઈ નથી જેથી પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરી..
Reporter: admin