વડોદરા માટે ફરી એક વાર હવામાન વિભાગની આગાહી સાચ્ચી ઠરી. શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઇ ગઈ છે. ઉપરી વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ફરી એકવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઇ ગઈ છે
તો બીજી તરફ આજવા સરોવરની સપાટીમાં ફરી વધારો જોવા મળ્યો. આજવા સરોવરની સપાટી 211.55 એ પહોંચી.હવામાન વિભાગ દ્વારા શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આજે શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ કરી દીધી છે. શહેરમાં રાવપુરા, વાઘોડિયા રોડ, એમ.જી રોડ, ચોખંડી, પાણીગેટ, સયાજીગંજ, કારેલીબાગ સહીત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.
સાથે જ વરસાદના પગલે નોકરિયાત વર્ગ અટવાયો. તો બીજી તરફ વરસાદના પગલે અનેક શાળાઓ આજે ઓનલાઇન અભ્યાસ કરાવશે. હવામાન વિભાગની આગાહીએ વડોદરા વાસીઓની ચિંતા વધારી દીધી છે. આજે અને આવતીકાલે વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. શહેરમાં સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત પુરની સ્થિતિ સર્જાવાનો વડોદરા વાસીઓને ભીતિ સેવાઈ રહી છે.
Reporter: admin