ઉત્તર પ્રદેશની સરકારે જે જવાબ આપ્યો છે તેનાથી વધારે હાસ્યાસ્પદ જવાબ બીજો કોઈ અત્યાર લગી તો સાંભળ્યો નથી
યુપી સરકારે કોર્ટમાં આપેલા જવાબમાં કહ્યું છે કે, કાવડ યાત્રા દરમિયાન ડુંગળી અને લસણના ઉપયોગને લઈને ઝઘડા થતા હતા તેના કારણે સરકારે આ નિયમ લાગુ કરવો પડ્યો છે. આ અંગે કાવડિયાઓએ અનેક વખત ફરિયાદ કરી હતી તેથી કાવડિયાની સમસ્યાના નિવારણ માટે આ આદેશ આપવામાં આવ્યો હતો. તેની પાછળનો હેતુ એ છે કે કાવડિયાઓ જાણી શકે કે એ લોકો કેવા પ્રકારનો ખોરાક ખાય છે કે જેથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થાય. આ આદેશ ધર્મના આધારે ભેદભાવ કરતો નથી અને દરેક માટે છે. ખાવામાં ડુંગળી કે લસણના ઉપયોગ સાથે કોઈના નામને શું લેવાદેવા?
ને આ જ તકલીફ હોય તો જ્યાં ભોજન મળતું હોય ત્યાં ભોજનમાં ડુંગળી કે લસણ નાખવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટતા કરતું બોર્ડ લગાવવાનો આદેશ આપવો જોઈએ. વધારે કોમિક વાત એ છે કે, ફળની લારીઓવાળાંને પણ તેમના નામનાં બોર્ડ લગાવવા આદેશ અપાયો છે. ફળવાળા પણ તેમનાં ફળોમાં ડુંગળી-લસણ ઉમેરી દે છે ? ને કોઈના નામથી ખાવામાં ડુંગળી- લસણ નહીં નખાયું હોય તેની ખબર કઈ રીતે પડશે ? યુપી સરકાર પાસે આ સવાલોના જવાબ નથી કેમ કે તેના આદેશને ડુંગળી-લસણની સાથે કંઈ લેવાદેવા નથી. આ આદેશનો એક માત્ર ઉદ્દેશ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરાવવાનો છે ને બીજો કોઈ નથી.આ હરકત હાસ્યાસ્પદ છે ને હસવું એ જોઈને આવે છે કે, સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો તેમાં તો યુપી સરકારની ફાટી ગઈ. ગળચાં ગળીને ડુંગળી ને લસણની ખાવાની વાતો પર આવી ગયા.
Reporter: admin