વડોદરા શહેર કાલાઘોડા પાસે આવેલ આનંદ એપારમેન્ટ પાસે પાર્ક કરેલ ફોરવીલર ગાડીમાં આગ લાગી ફોરવીલર ગાડી બાળીને ખાક.

વડોદરા શહેર કાલાઘોડા પાસે આવેલ રાજેશ્રી ટોકીઝની બાજુમાં આનંદ એપારમેન્ટ ના પાર્કિંગ ખાતે ફોરવીલર ગાડીમાં શોર્ટ સર્કિટ થતા બે ફોરવીલર ગાડીમાં આગ લાગવાની ઘટના બની આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરી આગ બુઝાવી આવી હતી.

ગરમીના કારણે અથવા વાયરના લુઝ કનેક્શનના કારણે આગ લાગવાની ઘટનાઓ બનવા પામતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં એક સાથે બે કારમાં આગ લાગતા સ્થાનિકોમાં નાશ ભાગ જોવા મળી હતી.



Reporter: admin







