News Portal...

Breaking News :

તરસાલી વિસ્તારમાં ડ્રેનેજ- ગટરના ગંદા પાણી ઉભરાતા માધવ નગર, ઈશ્વર પાર્ક, ઉષા કીરણના સ્થાનિક રહીશો ત્રાહિમામ..

2024-06-15 15:45:08
તરસાલી વિસ્તારમાં ડ્રેનેજ- ગટરના ગંદા પાણી ઉભરાતા માધવ નગર, ઈશ્વર પાર્ક, ઉષા કીરણના સ્થાનિક રહીશો ત્રાહિમામ..


તરસાલી વિસ્તારની ઈશ્વર પાર્ક સોસાયટી, માધવનગર સોસાયટી અને ઉષા કિરણમાં ડ્રેનેજ ઘરના ગંદા પાણી ઉભરાતા ત્રાહિમામ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો વિસ્તારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં ખાલીખમ ઓફિસોમાં એસી ચાલુ હોવા છતાં કોઈ કર્મચારી- અધિકારી ન હતા. સ્થાનિક રહીશોથી બચવા માટે કેટલાક ઓફિસરો અજાણ્યા થઈને ઓફિસમાંથી ચૂપચાપ બહાર નીકળી ગયા હતા.



તરસાલી વિસ્તારમાં જઈને જ ગટરની લાઈનો છેલ્લા દસેક દિવસથી ચોક્કસ થઈ છે. ડ્રેનેજ- ગટરના ગંદા પાણી ઉભરાતા માધવ નગર સોસાયટી, ઈશ્વર પાર્ક સોસાયટી અને ઉષા કીરણના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગંદા પાણીમાંથી સ્થાનિક રહીશોને અવરજવર કરવાનો વખત આવ્યો છે. પરિણામે પાણીજન્ય કોલેરા કમળો જેવા રોગચાળાથી સ્થાનિક રહીશો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ હેરાન પરેશાન કેટલાક સ્થાનિક રહીશો તરસાલીની સુએઝ પમ્પિંગ સ્ટેશનની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમારી સમસ્યાનો એકાદ બે દિવસમાં હલ થઈ જશે. 


પરંતુ ૧૦-૧૦દિવસ વિતવા છતાં છતાં ડ્રેનેજ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી. સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઈને તરસાલી સુરેશ પમ્પિંગ ક્ચેરીએ પહોંચી ગયા હતા. રજૂઆત કરવા જતા ઓફિસમાં કોઈ કર્મચારી કે અધિકારી હાજર જણાયા ન હતા પરંતુ ઓફિસના એસી ચાલુ હોવાનો દાવો રજૂઆત કરવા જનારાઓએ કર્યો હતો. જ્યારે બીજી બાજુ ઓફિસમાંથી અજાણ્યા વ્યક્તિ હોવાનો ડોળ કરીને કેટલાક અધિકારીઓ રજૂઆત કરવા આવેલા સ્થાનિકોથી બચવા માટે ચૂપચાપ રવાના થઈ ગયા હતા.

Reporter: News Plus

Related Post