સરદાર ભુવનના ખાંચામાં પોલીસ દ્વારા નો એન્ટ્રી અને નો પાર્કિંગ બાબતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જ્યુબિલી બાગ તરફથી જઇ શકાશે નહીં.
રોડ પર ઓડ ઇવન ડેટને અનુલક્ષીને પાર્કિંગ કરવાનું રહેશે. સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે થયેલા મર્ડર અને ત્યાંર બાદ પાલિકા દ્વારા સીલ ની કામગીર અને ગેરકાયદેસર ઓટલા અને દાદર દબાણ ના તોડી પાડવામાં આવ્યા હતા. જે તે સમયે એસિપી ટ્રાફિક, સ્થાયી ચેરમેન ડો શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલિપ રાણા એ સ્થળ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મીટીંગ માં અનેક મહત્વમાં નિર્ણય લેવામાં આવ્યા હતા. પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા નો એન્ટ્રી અને નો પાર્કિંગ બાબતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.થોડા દિવસો પૂર્વે શહેરના સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી તકરારમાં મર્ડર થયું હતું.
આ વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા કાયમી છે. તેના કારણે અવાર - નવાર ઝઘડા થતા હોય છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આજે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જ્યુબિલી બાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચામાં કોઇપણ વાહન જઇ શકશે નહીં. સરદાર ભુવનના ખાંચામાં જવા માટે જ્યુબિલી બાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચા ત્રણ રસ્તા થઇ ભક્તિ સર્કલ, હુજરત પાગા રોડ, કારેલીબાગ પોલીસ સ્ટેશન થઇ સરદાર ભુવનના ખાંચામાં જઇ શકાશે.જ્યારે સરદાર ભુવનના ખાંચામાં રોડ પર ઓડ ઇવન ડેટને અનુરૃપ વાહન પાર્ક કરવાના રહેશે...
Reporter: News Plus