વડોદરા : ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) અમદાવાદ તથા કરતાં પોલીસ અધિક્ષક સરોજ કુમારી પ.રે.વડોદરા નાઓ દ્વારા રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતાં મુસાફરોને ટાર્ગેટ કરી ચોરી કરતાં બનાવો અટકાવવા અને વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ સાથે સંકળાયેલ ઇસમો વિરૂદ્ધ કાયદાકીય રીતે સખત પગલા ભરવા સૂચના આપેલી છે.
જે અનુસંધાને પો.ઇન્સ. એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો દ્વારા તપાસ કાર્યવાહી કરેલ હતી. જે આધારે તપાસ તજવીજ કરતાં આરોપી નામે આયુષ ઉર્ફે કેરી અનિલભાઇ જાતે ડાગા ઉ.વ.૨૫ ધંધો-કેબલ ઓપરેટર (જી.ટી.પી.એલ) રહે.એમ.સી.દાસ કોલોની, સુરભી એપાર્ટમેન્ટની સામે, નવાયાર્ડ, ફતેહગંજ, વડોદરા મુળ રહે. અગ્રવાલ સ્કુલની પાસે, વેસુ, અભાઉ, સુરતવાળાને નડીયાદ રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૦૪૨૦/૨૪ બી.એન.એસ.કલમ-મ ૩૦૫ (સી) આઈ.ટી.એકટ કલમ- ૬૬ (સી) મુજબનો ગૂનો તા.૦૩/૧૧/૨૦૨૪ ના રોજ બનેલ હોય જે વણશોધાયેલ ગુનો ગણત્રીના દિવસોમાં ડીટેકટ કરેલ છે.
આરોપી ઘણો રીઢો અને ચાલક છે અને તે રેલવે ટ્રેનોમાં એ.સી.કોચમાં મુસાફરી કરતાં મુસાફરોની ઉંઘની તકનો લાભ લઈ તેઓના બેગ, લેડીઝ પર્સની ચોરી કરે છે અને ચોરીમાં મળી આવેલ મો.ફોન તથા ડેબીટ, ક્રેડીટ કાર્ડ નો ફરીયાદીના ચોરી કરેલ ફોન ઉપર ફરીયાદ કે કોઈ ફોન કરે તો પોતે તે ફોન ઉપાડી પોતે “પોલીસમાંથી બોલું છું” તેવી ઓળખ આપી તેઓનો વિશ્વાસ કેળવી મો.ફોનના સ્ક્રીન પાસવર્ડ મેળવી તેઓના ફોનમાં જી-પે, ફોન- પે વિગેરે વાણીજયક એપ્લીકેશનો દ્વારા તેઓના એપમાંથી પૈસા ટ્રાન્ફર કરવાની તેમજ યુકતિ પ્રયુકતિથી ડેબીટ કાર્ડ,ક્રેડીટ કાર્ડમાંથી પૈસા ઉપડવાની આદત ધરાવે છે છે.
Reporter: admin