સાવલી તાલુકા સેવાસદન ખાતે બેલેટ પેપર અને ચૂંટણી લક્ષી સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું...

તાલુકાની કુલ ૨૯ પંચાયતો પૈકી ૩ પંચાયતો સમરસ જાહેર થતા ૨૬ ગ્રામ પંચાયત ની ચૂંટણી આવતી કાલે ૨૨ મી એ યોજાનાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બેલેટ પેપર સહિતની મતદાનને લગતી સમગ્ર સામગ્રીનું ચૂંટણી અધિકારી દ્વારા વિતરણ કરી ચુસ્ત બંદોબસ્ત સાથે જે તે ગામે ચૂંટણી સ્ટાફ રવાના કર્યો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ પ્રસાશન પણ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સમગ્ર તાલુકાનું તંત્ર સજ્જ થયું ચૂંટણી પંચ દ્વારા જે તે ગ્રામ પંચાયતનાં નીમાયેલા રિટર્નિંગ ઑફિસર અને ચૂંટણી સ્ટાફ મતદાનલક્ષી સામગ્રી સાથે રવાના કર્યા

Reporter: admin







