વડોદરા: આગામી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે જેમાં વડોદરા થી શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા માં આવતા ભકતો માટે ભંડારાનું આયોજન કરે છે.

બાબા અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 38 દિવસની હશે અને 9 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે છે ત્યારે વડોદરા થી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી સેવા આપવામાં આવી રહી છે અને આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગાવથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.. ત્યારે આવનાર શિવ ભગતો ને શુધ્ધ અને સ્વાતિક ભોજન મળી રહે તે હેતુથી સેવા આપવામાં આવી રહી છે. આ ભંડારામાં રોજ 10 હજારથી વધુ શિવ આ ભંડારામાં લાભ લે છે. આ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે 22 જૂનના રોજ ટ્રકમાં અમરનાથ સેવા આપવા જનાર છે.
વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડ ની સેવા આપવામાં આવે છે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે 10 થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરા ના સાંસદ દ્વારા લીલી ઝંડી આપી ને રવાના કરવામાં આવશે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવી છે જેમકે આવનાર શિવ ભક્તો માટે સ્વાસ્તિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહે સાથે ભંડારાના પરિષદમાં ફાયર સેફટીની પણ સુવિધા રાખવામાં આવી છે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા દરમિયાન ચાર કાઉન્ટર મૂકવામાં આવશે જેથી ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવશે સાથે વડોદરા થી આવનાર શિવભક્તો માટે શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ એ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે 9328289328. આ નંબર પર વડોદરા થી આવનાર ભક્તોના પરિવારજનો પરિવારના સભ્યો ક્યાં અને કેવી રીતે છે તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે.
Reporter: admin