દરેક વ્યક્તિના જીવનમાં મોબાઈલ મહત્વનો બની ગયો છે, કોઈ સાથે ના હોય તોપણ મોબાઈલ વડે ઘણા લોકો સાથે વાત થઈ શકે છે, કહીએ તો લોકોને મોબાઈલ વગર ચાલતું જ નથી. સામાન્ય માણસ પણ સારામાં સારો મોબાઇલ વાપરતો હોય છે
એવી વર્તમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે.પરંતુ મોબાઈલ વપરાશકારો માટે એક કિસ્સો જાણવા જેવો છે, એસ.વી.આઈટી.કોલેજ વાસદમાં અભ્યાસ કરતા મીત હિમાંશુ દવે પાસે iphone 11 pro ખૂબ મોંઘી કિંમત નો મોબાઇલ હતો.કોલેજના સમય દરમિયાન મોબાઇલ ખિસ્સામાં હતો ત્યારે કંઈક વસ્તુ બળી રહી હોય તેવી ગંધ મીત ને આવી એટલે તેને ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોન કરીને ચકાસ્યો ત્યારે મોબાઇલ માંથી થોડા ધુમાડા નીકળતા હતા. આ જોતા મિતે તુરંત જ iphone11,pro કોલેજના કેમ્પસમાં દૂર મૂકી દીધો અને થોડી જ વારમાં મોબાઇલ સળગવા લાગ્યો અને આગની લપેટમાં ધુમાડા નીકળતા જોવા મળ્યા.
સદનસીબે મીતના ખિસ્સામાં આ ઘટના ન બની એ કુદરતનો ચમત્કાર કહેવાય. માટે દરેક મોબાઈલ વાપરનાર વ્યક્તિએ મોબાઇલ વાપરતા પહેલા કેટલીક સાવચેતી લેવી જેથી જીવ જોખમ મા ન મુકાય.મોબાઇલ સળગતાજ કોલેજમાં મોટી સઁખ્યામાં લોકો એકત્રિત થયા અને મોબાઇલમાં નીકળતા ધુમાડાને ઠરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાથી મીતના પરિવારમાં ભલે મોબાઈલ ગયો પણ મિતના બચી જવા થી પ્રભુને પ્રાર્થના કરી આભાર માન્યો. આ બનાવ થી દરેક મોબાઇલ યુઝરે સાવચેતી રાખવાની જરૂર છે. બને તો મોબાઈલ કામ સિવાય વાપરવો ન જોઈએ
Reporter: admin