વડોદરા : શહેરના ડીસીપી ઝોન-1 વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનના પકડાયેલા દારૂના જથ્થાનો આજે રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
ગોરવા, નંદેસરી, જવાહર નગર, ફતેગંજ, સયાજીગંજ, લક્ષ્મીપુરા અને છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલા દારૂના 59 લાખ રૂપિયાના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટે પરવાનગી આપ્યા બાદ આજે કોયલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂની કિંમતી બોટલોને રસ્તા પર ગોઠવી દઈ તેના ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જેને કારણે દારૂની રેલમછેલ થઈ હતી.
Reporter: admin