News Portal...

Breaking News :

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી: પીએમ મોદીએ પણ પૂર્વ પીએમને યાદ કર્યા

2025-05-21 12:13:33
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી: પીએમ મોદીએ પણ પૂર્વ પીએમને યાદ કર્યા


દિલ્હી : પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ પોતાના બાળપણના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા અને પિતાના સપનાં પૂરા કરવાના વચનો અંગે વાત કરી હતી. 



રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટમાં લખ્યું, 'પાપા, તમારી યાદો મને દરેક પગલે માર્ગદર્શન આપે છે. તમારા અધૂરા સપનાઓને સાકાર કરવાનો મારો સંકલ્પ છે અને હું એમ કરીશ.' આ પોસ્ટ સાથે, તેમણે પિતા રાજીવ ગાંધી સાથેના બાળપણના ફોટો શેર કર્યા.આજે ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું, 'આજે તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પર એક વીડિયો શેર કરીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું, 'રાજીવ ગાંધી - ભારતના સુપુત્ર, લાખો ભારતીયોમાં આશા જગાવી. તેમના દૂરંદેશી અને હિંમતવાન નિર્ણયોએ 21મી સદીના પડકારો અને તકો માટે ભારતને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી.'ખડગેએ આ અંગે વધુમાં કહ્યું કે, 'આમાં મતદાનની ઉંમર ઘટાડીને 18 વર્ષ કરવી, પંચાયતી રાજને મજબૂત બનાવવું, ટેલિકોમ અને આઇટી ક્રાંતિનું નેતૃત્વ કરવું, કોમ્પ્યુટરાઇઝેશન કાર્યક્રમો લાગુ કરવા, સતત શાંતિ કરારો સુનિશ્ચિત કરવા, રસીકરણ કાર્યક્રમો શરૂ કરવા અને શિક્ષણ પર કેન્દ્રિત નવી શિક્ષણ નીતિ રજૂ કરવાનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વડા પ્રધાન, ભારત રત્ન રાજીવ ગાંધીને તેમના બલિદાન દિવસ પર અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ.'રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર, આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. તે ભારતમાં દર વર્ષે 21 મેના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસ આતંકવાદ અને હિંસાથી ઉદ્ભવતા ગંભીર ખતરાઓ અને વ્યક્તિઓ, સમાજ અને રાષ્ટ્ર પર તેની અસર વિશે જીવનના તમામ ક્ષેત્રોના લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

Reporter: admin

Related Post