વડોદરા ગ્રામ્ય એલસીબીએ વડોદરા હાલોલ રોડ પરથી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. એલસીબીની ટીમ હાલોલ વડોદરા રોડ ઉપર ભાથુજી મંદિર ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ કરી રહી હતી

ત્યારે એક સફેદ રંગની વેન્યુ કારનો ચાલક પોલીસને જોઇને દુર ગાડી ઉભી રાખી ભાગ્યો હતો જેથી પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ભાગી છુટ્યો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતાં દારુની 324 બોટલો (કિંમત 4,42,800 રુપિયા) મળી આવી હતી. પોલીસે ગાડી અને દારુ સાથે 9,42,800 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ભાગી છુટેલા શખ્સ વિશે તપાસ શરુ કરી હતી.
Reporter: admin







