પોલીસે દારુ તથા કન્ટેનર મળી 70 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી

વરણામા પોલીસે હાઇવે પર વડોદરાથી સુરત જવાના રોડ પર બંધ બોડીની કન્ટેનરમાંથી દારુનો વિશાળ જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને વરસાડા કટ પાસે આ બંધ બોડીના કન્ટેનરને ઉભો રાખ્યો હતો અને કન્ટેનરના ડ્રાઇવરનું નામ પુછતાં તેનુ નામ સમીમ ઉમર મોહમંદ પઠાણ (હરિયાણા) હોવાનું જણાયુ હતું.

તેની પૂછપરછમાં તેણે અલ્લા તલ્લા કર્યા હતા તેથી પોલીસે સિલ ખોલીને તપાસ કરતા શરુઆતમાં નુડલન્સ તથા નમકીનના બોક્સ જોવા મળ્યા હતા પણ તેની આડમાં છુપાવાયેલી દારુની 165 પેટી (કિંમત 2530800) મળી આવી હતી. દારુનો માલ જાનુ નામના શખ્સે ભરી આપેલો હતો. પોલીસે દારુ તથા કન્ટેનર મળીને 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
Reporter: admin







