મે મહિનો પૂરો થવાના આરે છે અને બે દિવસ બાદ જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક એવા કામ છે જે તમારે પૂરા કરી લેવા જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્તા છે
જો આ કામ તમે 31મી મે પહેલાં નહીં કરો તો તમને ડબલ ટેક્સ ભરવો પડી શકે છે.જો તમે પણ હજી સુધી તમારા આધારકાર્ડ અને પેનકાર્ડને લિંક ના કરાવ્યું હોય તો તમારે એ કામ તાત્કાલિક કરાવી લેવું પડશે. જો તમે આવું નહીં કરો તો તમને ડબલ ટેક્સ ચૂકવવો પડશે એવી ચેતવણી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે.જો તમે પણ ટેક્સપેયર્સ છો તો તમારા માટે 31મી મે પહેલાં પેનકાર્ડને આધાર સાથે લિંક કરવું ખૂબ જરૂરી છે. જો તમે આ ડેડલાઈન ચૂકી જશો તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે એવી ચેતવણી પણ આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપવામાં આવી છે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેીલી માહિતી અનુસાર જો તમે પેનકાર્ડ અને આધારકાર્ડને લિંક નહીં કરાવ્યું હોય તો આવી પરિસ્થિતિમાં તમારે ડબલ ટીડીએસ ચૂકવવો પડી શકે છે.24મી એપ્રિલ, 2024ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સર્ક્યુલર પ્રમાણે જે લોકોના એકાઉન્ટમાંથી ઓછો ટીડીએસ કપાયો છે અને તેઓ 31મી મે સુધી પેન અને આધારકાર્ડ લિંક કરી લેશે તો તેમણે વધારાનો ટીડીએસ આપવાની જરૂરિયાત નહીં રહે.
Reporter: News Plus