12 કન્ટેઈનરમાં કેલ્શિયમ કાર્બાઇડ, જહાજ પર 84.44 મેટ્રિક ટન ડીઝલ અને 367.1 મેટ્રિક ટન ફર્નેસ ઓઇલ પણ હતું
કોચી: લાઇબેરિયન માલવાહક જહાજ MSC ELSA 3 કેરળના કોચી નજીક દરિયામાં નમી ગયા બાદ ડૂબી ગયું હતું.
આ જહાજ 640 કન્ટેઈનર લઈ જઈ રહ્યું હતું, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ, ડીઝલ અને ફર્નેસ ઓઇલ સહિત કેટલોક ખૂબ ખતરનાક સામાન રાખેલો હતો. જહાજ પલટવાથી તેમાંથી ઓઇલ લીક થઈ ગયું. પરિસ્થિતિને ગંભીરતાથી જોતા તાત્કાલિક બચાવ અભિયાન ચલાવાયું અને ક્રૂના તમામ સભ્યોને બચાવી લેવાયા. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને નૌકાદળ દ્વારા તમામ 24 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ 23 મેના રોજ કેરળના વિઝિનજામ બંદરથી કોચી જવા રવાના થયું હતું. 24 મેના રોજ, બપોરે કોચી કિનારાથી 38 નોટિકલ માઇલના અંતરે દરિયામાં નમી ગયું હતું.
કોચીમાં ICGના મરીન રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) એ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. ઘટનાને જોતા કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ (SDMA)એ એલર્ટ જાહેર કરી દીધું છે. વિભાગે લોકોને કહ્યું છે કે, તેઓ દરિયાના કિનારેથી આવતી વસ્તુઓથી દૂર રહે. તેને સ્પર્શ ના કરે.ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ જણાવ્યું કે, જહાજના એક હોલ્ડમાં પાણી ભરાઈ જવાના કારણે તે ડૂબી ગયું. ત્યારબાદ બચાવ અભિયાન ચલાવીને તમામને બચાવી લેવાયા. આ જહાજ પર કુલ 640 કન્ટેઈનર હતા, જેમાંથી 12 કન્ટેઈનરમાં કેલ્શિયમ કાર્બાઇડ રાખેલું હતું. આ સિવાય જહાજ પર 84.44 મેટ્રિક ટન ડીઝલ અને 367.1 મેટ્રિક ટન ફર્નેસ ઓઇલ પણ હતું.SDMAએ કહ્યું કે, પરિસ્થિતિની સમક્ષા માટે બેઠક બોલાવાઈ છે અને લોકોને તે વસ્તુઓથી દૂર રહેવાનું કહેવાયું છે, જેને લઈને શંકા હોય કે આ ડૂબેલા જહાજથી નીકળી હોય
Reporter: admin







