તારીખ 28/04/2024 રવિવાર ના રોજ કમલાનગર તળાવ ની સાફસફાઈ અને જન જાગૃતિ ના ઉદેશ્ય હેઠળ અમારી સંસ્થાએ એક જાગૃતા ની જ્યોત કાર્યક્રમ નું આયોજન કરેલ છે, તો આપ સૌ પરિવાર મિત્રો સહિત રવિવારે સવારે 6:00 વાગે ઉપસ્થિત રહવા જણાવ્યું હતું. 1.તળાવો માં ધાર્મિક પૂજા સામગ્રી ની ચીજ વસ્તુ નાખવામાં આવતા તળાવ નું પાણી દુષિત થતા અટકાવું અને તળાવ સાફસફાઈ કરી હંમેશા માટે ચોખ્ખું રહે તે માટે કાર્ય કરવા અને તળાવ માં તરતા છોડ વાવીને સુંદર બનાવવાનું અને તળાવ હંમેશા ચોખ્ખું રહે તે માટે લોકોને જાગૃત કરવા તથા વર્ષોથી ચાલતી આવતી જુનવાણી પૂજા સામગ્રી પાણી માં પધરાવામાં રીત ને યોગ્ય રીતે આયોજિત કરીશુ.
2. ધાર્મિક ફોટા પુસ્તકો વગેરે અમારી સંસ્થા દ્વારા જણાવ્યા મુજબ અલગ અલગ સ્થળે સ્વીકારવા માં આવશે ત્યાર બાદ સંસ્થા ના સ્થાને લઇ જઈ તેનું વિધિ પૂર્વક વિસર્જન કરવામાં આવશે જેના માટે સંસ્થા ના સ્થળે એક પાણી નું કુંડ બનાવેલ હશે, તે કુંડમાં સાત પવિત્ર નદીના જળ વિસર્જન કરવામાં આવશે અને જે પૂજારી દ્વારા ધાર્મિક ફોટાનુ વિધિ-વિધાન સાથે વિસર્જન કરવામાં આવશે.
3. ગાયો કચરા માંથી ના ખાય તે માટે અમારી સંસ્થા દ્વારા ફ્રેશ લીલા શાકભાજી ના છોતરા જે લોકો દ્વારા કચરા માં નાખી દેવા માં આવે છે તેના માટે હોટલો,કેટરર્સ,ઘરો,લગન-પ્રસંગ,શાકભાજી ના લારી પથારા વગેરે જગ્યાએ થી ઉપલબ્ધ કરી ગૌ પલકો પાસે પહોંચાડી ગયો ને સારો ખોરાક આપવાનું કામ કરશે.આમના જ પેહેલ કરો અને આ સમાજભાવિ કાર્ય માં આમરી સંસ્થા સાથે જોડાવા અનુરોધ કર્યો છે.
Reporter: News Plus