News Portal...

Breaking News :

ચાલો આજે જાણીએ કાશ્મીરી દમ આલુ બનાવની રીત

2024-08-10 15:32:25
ચાલો આજે જાણીએ કાશ્મીરી દમ આલુ બનાવની રીત


આ બનાવા માટેની સામગ્રી :
- 2કપ મોળું દહીં 
 -13 નાના બટાકા 
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ 
-  1 ચમચી કાજુનો પાવડર 
- 1 કાપેલું તમાલપત્ર 
- 1ચમચી કાશ્મીરી લાલ મરચું 
- સ્વાદ અનુસાર મીઠુ 
- અડધી ચમચી હળદર 
- અડધી ચમચી ગરમ મસાલો 
- ચોપ કરેલા ધાણા 
- દોઢ કપ ધાણા 
- અડધી ચમચી એલચીનો પાવડર


હવે દમ આલુ બનાવવા માટે બટાકાને કાણા પાડીને મીઠાવાળા પાણીમાં 10 મિનિટ પલાળી રાખો.ત્યારબાદ બટાકાને પાણીમાંથી કાઢીને કોરા કરી લ્યો અને બીજી બાજુ કઢાઈમાં બટાકા તળવા માટે તેલ ગરમ કરો. બટાકાનો કલર બદલાઈ જાય ત્યા સુધી એને તળી લેવાના છે. હવે એક બાઉલ મા દહીંને બધા મસાલા નાખી ફેટી લ્યો. જેથી બધા મસાલા મિક્ષ થઈ શકે. હવે એક કડાઈમા 3થી 4 ચમચી તેલ ગરમ કરવા મુકો. એમાં તમાલપત્ર ઉમેરી પાણી ઉમેરો. 


હવે તેમાં લાલ મરચું અને હળદર ઉમેરી 1મિનિટ સુધી ઉકળવા દો. એક મિનિટ પછી બનાવેલું દહીં આમાં ઉમેરી મિક્ષ કરો જેથી બધા મસાલા બરોબર મિક્ષ થઈ જાય.હવે આ મિક્ષરમાં બટાકા ઉમેરી બરોબર મિક્ષ કરો. બટાકામા બધા મસાલા ઉમેરાઈ જશે એટલે તેલ છુટુ પડવા લાગશે એટલે દમ આલુની સબ્જી રેડી થઈ જશે. હવે ઉપરથી ધાણા ઉમેરી દો. આ રીતે બનાવથી બજારમાં મળતી સબ્જી જેવો ટેસ્ટ આવશે અને વારંવાર ખાવાની ઇચ્છા થશે.

Reporter: admin

Related Post