વડોદરા શહેરમાં માસુમ છોકરાઓ પાસેથી બાળ મજ્રરી કરાવી તેઓનુ આથીક શોષણ કરતા ફરસાણની દુકાનદાર વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશનરે આપેલી સૂચના મુજબ A.H.T.U. ટીમ કુંભારવાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન A.H.T.U. ટીમને બાતમીદારો દ્રારા બાતમી મળેલ કે, “ચોખેલાલ ફરસાણ માર્ટ" દુકાન ન-૦૩, સમર્થ શોપીંગ સેંટર જી.ઇ.બી. સબ સ્ટેશનની બાજુમાં કારેલીબાગ વડોદરા શહરે વાળો નાના છોકરાઓ પાસેથી બાળ મજુરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે
તેવી હકીકત મળેલ જે આધારેઉપરોક્ત જગ્યાએ રેઇડ કરી ચેક કરતા એક છોકરો ઉ.વ.૧૫ નો મળી આવેલ જે તરુણને પૂછ પરછ કરતા જણાવેલ કે તે પોતે ઉપરોક્ત જણાવેલ દુકાનમાં છેલ્લા એક મહીનાથી થી કામ કરું છું . મને માસીક રુ ૯૦૦૦/- આપે છે. જેથી આ દુકાન માલીકે બાળકનું માનસીક તથા આથીક શોષણ કરેલ હોય જેથી દુકાન માલીક પ્રવીણ મનીષભાઈ શર્મા રહ-ેડી-૨૨, ગુલ મહોર સોસાયટી, પાણીની ટાકી પાસે કારેલીબાગ વડોદરા વિરુદ્ધ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૯ મુજબ ની ફરીયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાયગવાહી કરવામાં આવેલ છે. તથા ઉપરોક્ત બાળકને બાળમજુરી માથી મુક્ત કરાવી તેના સબંધીઓને સોંપવામાં આવેલ છે.
Reporter: News Plus