News Portal...

Breaking News :

પ્રધાનસેવક જેવા અન્ય સિનિયર નેતાઓને જોઈને શીખો કે લોકસભામાં જેકેટ કે કોટી કેવી રીતે પહેરાય

2025-02-05 09:42:01
પ્રધાનસેવક જેવા અન્ય સિનિયર નેતાઓને જોઈને શીખો કે લોકસભામાં જેકેટ કે કોટી કેવી રીતે પહેરાય



લોકસભામાં  રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોષીએ પોતાના જેકેટનાં ઉપરના ત્રણ બટન ખુલ્લા રાખીને આભાર પ્રસ્તાવ પર ભાષણ કર્યું હતું. 


તેમણે ભાષણમાં વડાપ્રધાનના કાર્યોના ગાણા ગાયા હતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સલાહો પણ આપી હતી. હેમાંગ જોશીને કદાચ ખબર ન હતી કે તે સંસદમાં ભાષણ કરી રહ્યા છે કારણ કે તેમના 5 મિનીટનું ભાષણ જોતાં જાણે કે ગલી મહોલ્લામાં ભાષણ કરતા હોય તેમ લાગી રહ્યું હતું અને સંસદમાં રાજકીય ભાષણ કરતા હોય તેમ વડાપ્રધાનની નજરમાં આવવા માટે મોદી હે તો મુમકીન હે તેમ કહી વડાપ્રધાનના વખાણ કર્યા હતા અને સાથે સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી કે જે સિનીયર નેતા છે તેમને સલાહો આપી દીધી હતી.


હેમાંગ જોશીએ પોતાના ભાષણમાં કહ્યું કે આપણો દેશ વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઇએ પહોંચ્યો છે. આજે વિશ્વ ભારતની સરાહના કરી રહ્યું છે. રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં આખો દિવસ વડાપ્રધાન સાથે હતા અને વિકસીત ભારતના યુવાનોના વિચાર સાંભળ્યા હતા. તેમણે કહેલું કે 1 લાખ યુવાનો રાજકારણમાં આવવા જોઇએ કે જેમના પરિવારમાં કોઇ જ રાજકારણમાં નથી.  મારા જેવા જેમના પરિવારમાં કોઇ રાજકારણ નથી તેને મોકો આપ્યો તે મોદી હે મુમકીન હે . મેરા ભારત મેરા યુવા પોર્ટલ લોંચ કરાયું છે. વડાપ્રધાન જે વાયદો કરે છે તે પૂર્ણ કરે છે. હેમાંગ જોશીએ કહ્યું કે 6 મહિનાથી હું યુવા સાંસદ તરીકે આવું છું અને હું નવું શીખું છું. પણ વિપક્ષના નેતા જેવું વર્તન કરે છે તેનાથી દેશના યુવાઓ આહત છે. અધ્યક્ષ વિપક્ષના નેતાના વર્તનને સુધારે. નેતા વિપક્ષનું સ્તર રોજ નીચે આવી રહ્યું છે.

Reporter: admin

Related Post