નાસા : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને રશિયાની એજન્સી રૉસકૉસમૉસના પ્રોજેક્ટ હેઠળના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લીકેજની સમસ્યામાં વધારો થયો છે, જેના કારણે સુનીતા વિલિયમ્સ સહિત અન્ય અવકાશયાત્રીઓ પર સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્પેસ સ્ટેશનના રશિયન મૉડ્યૂલ PrKમાં લીકેજ થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, આ મૉડ્યૂલ સાથે જ Zvezda સર્વિસ મૉડ્યૂલ આવેલું છે અને તે સ્પેસ સ્ટેશનને જોડે છે.
આ લીકની સમસ્યા 2019માં સામે આવી હતી અને તે અંગે અમેરિકા-રશિયા બંને જાણે છે. તેનો નિવેડો લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જોકે તેમ છતાં હજુ સુધી આ સમસ્યા ઉકેલાઈ શકી નથી. તેના કારણે સ્પેસ સ્ટેશન પર અનેક વખત ખતરો આવ્યો હતો. જે સ્થળે લીકેજ થયું છે, તેને સીલ પણ કરવામાં આવ્યું હતું, જોકે તેમ છતાં કોઈ ફાયદો થયો નથી. શરૂઆતમાં લીકેજમાંથી ઓછી હવા નીકળી હતી, હવે હવા નીકવામાં વધારો થયો છે, જેના કારણે મોટું સંકટ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર સમસ્યા ઉકેલવા માટે અમેરિકા અને રશિયા પણ વિવાદ કરી રહ્યા છે.
...
Reporter: admin







