News Portal...

Breaking News :

અપક્ષ ઉમેદવાર,જાતિવાદી સમીકરણો જેવી બાબતોથી અમે હાર્યા : ગેનીબેન

2024-11-23 18:52:24
અપક્ષ ઉમેદવાર,જાતિવાદી સમીકરણો જેવી બાબતોથી અમે હાર્યા : ગેનીબેન



વાવ : ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ‘વાવ વિધાનસભા બેઠક પર જીત મેળવવા માટે સંગઠનથી લઈને પાર્ટીના કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી હતી, ખૂબ જ ઓછા મતોથી અંતે આ બેઠક હાર્યા છીએ. જે પણ નાનીમોટી ક્ષતિઓ રહી ગઈ છે તેનું નિરીક્ષણ કરીને આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ એવા પ્રયાસ કરીશું.



અપક્ષ ઉમેદવાર, જાતિવાદી સમીકરણો જેવી બાબતોને કારણે મતોનું ભાજપમાં વિભાજન થયું. પરંતુ અંતે લોકશાહીમાં પ્રજા મતદારો સર્વોપરી હોય છે અને તેનું સન્માન કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
વાવ બેઠક પર જામેલા ત્રિપાંખિયા જંગ વચ્ચે સ્વરૂપજી ઠાકોરે જીતનો સ્વાદ ચાખ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને હરાવીને ભાજપે આ બેઠક પર જીત મેળવી છે.



બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2442ની લીડથી જીત હાંસલ કરી છે. આ પરિણામોથી વાવ બેઠક પર કોઇ પ્રથમવાર ઓછી લીડથી જીત મેળવી છે.

Reporter: admin

Related Post