વડોદરાના છેવાડે આવેલા છાણી સોખડા દુમાડ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજ. લીકેજને કારણે બ્રિજ પર પડી ગયા છે કમ્મર તોડ ખાડા.

આ બ્રિજ હાઈવે ઓથોરિટી માં આવે છે. બ્રિજ પાસે થી પસાર થતી પાણીની લાઇનમાં થઇ રહ્યું છે લીકેજ, લીકેજને પગલે બ્રિજની હાલત ખસ્તા જેવી થઈ છે. સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર આ મામલે આવ્યા મેદાનમાં, હરીશ પટેલે કર્યો આક્ષેપ કોઈ તેમનું સાંભળતું નથી વડોદરાના સાંસદ અને હાઈવે ઓથરીટીને છ મહિના અગાઉ જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી નહીં થતી હોવાના કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના આક્ષેપ.

આ બ્રિજ પર થી રોજના હજારો વાહનોની થાય છે અવરજવર,સત્વરે કામગીરી કરવાની કોંગ્રેસની માંગ, બ્રિજ પર લીકેજ શોધવામાં તંત્ર ને પડી રહી છે તકલીફ જેને કારણે બ્રિજ પર પડ્યા છે ખાડા,બ્રિજ પર વાહન ચાલકો સ્પીડમાં વાહનના હંકારે તે માટે મૂકવી પડી છે આડાશ,દસ બાર વર્ષ અગાઉ બન્યો છે આ બ્રિજ.

Reporter: admin







