વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થતાં આજે તંત્ર દોડતું થઈ ગયું હતું અને વોર્ડ નંબર 13 કાઉન્સિલર બાળુ સૂર્વે અને જાગૃતિ કાકા પણ હાજર થયા હતા.
અધિકારીઓ અને કાઉન્સિલર ની હાજરીમાં જ્યારે તપાસ કરવામાં આવી તો પાણીની લાઈન ની અંદર લીકેજ જોવા મળ્યું હતું ત્યારે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુભાઈ સૂર્વે એ જણાવ્યું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી ગેસની પાઇપ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી અને ગેસની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરના માણસો ગમે ત્યાં કોઈને પૂછ્યા વગર લાઈન ખોદતા હોય છે,
એના કારણે પાણીની લાઈનમાં ગેસ કનેક્શન ની પાઇપ નાખનાર માણસો દ્વારા ડ્રિલ મશીનથી પાણીની પાઇપમાં કાણું પડી જવાથી હજારો લિટર પાણી રોડ પર વેડફાઈ ગયું હતું, અને ગેસની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરને કડકમાં કાર્યવાહી કરવા માંગ કરી હતી અને જે પણ નુકસાન થયું હોય તેની ભરપાઈ ગેસના કોન્ટ્રાક્ટર પાસે લેવા માંગણી કરી હતી હાલ પાણીની લાઈનમાં ફોલ્ટ મળી જવાથી તંત્રએ હાશકારો લીધો અને જલ્દીથી સમારકામ કરવા તંત્ર કામે લાગી ગયું....
Reporter: News Plus