નવી દિલ્હી: ભારત દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તેઓ પાછળની હરોળમાં બેઠા હોવાથી આ મામલો ચર્ચામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા અને આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રાલયની છે. જેથી આ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
સ્પષ્ટતા આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે.
Reporter: admin