News Portal...

Breaking News :

મંકીપોક્સ અંગે WHOનું એલર્ટ જાહેર: વાઈરલ ઈન્ફેક્શન ભયજનક દરે ફેલાઈ રહ્યું છે.

2024-08-15 15:00:54
મંકીપોક્સ અંગે WHOનું એલર્ટ જાહેર: વાઈરલ ઈન્ફેક્શન ભયજનક દરે ફેલાઈ રહ્યું છે.


મંકીપોક્સ શીતળા જેવો વાઇરલ રોગ છે. આ વાઇરસના ચેપમાં સામાન્ય રીતે ઘણી આડઅસર થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં એ જીવલેણ બની શકે છે. આના કારણે ફ્લૂ જેવાં લક્ષણો દેખાય છે અને શરીર પર પરૂ ભરેલા ફોલ્લા, લાલ ચકતાં પડે છે.


આ વાઇરસ ઓર્થોપોક્સ વાઇરસ જીનસ ફેમિલીનો સભ્ય છે, જે શીતળા માટે પણ જવાબદાર છે.WHO પણ ચિંતિત છે, કારણ કે મંકીપોક્સના વિભિન્ન પ્રકોપમાં મૃત્યુદરમાં તફાવત છે. ઘણી વખત એ 10%થી વધુ થઈ ગયો છે. એ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે એ ચેપી રોગ છે, તેથી WHOએ આ અંગે એલર્ટ જાહેર કર્યુ છે.WHO પણ ચિંતિત છે, કારણ કે મંકીપોક્સના વિભિન્ન પ્રકોપમાં મૃત્યુદરમાં તફાવત છે. ઘણી વખત એ 10%થી વધુ થઈ ગયો છે. એ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે એ ચેપી રોગ છે, તેથી WHOએ આ અંગે એલર્ટ જાહેર કર્યુ છે.


WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયસે કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે આ રોગના ફેલાવાને રોકવા અને જીવન બચાવવા માટે વિશ્વએ સાથે મળીને કામ કરવું પડશે. આ અઠવાડિયાની શરૂઆતમાં આફ્રિકાની ટોચની જાહેર આરોગ્ય સંસ્થાએ આફ્રિકામાં મંકીપોક્સના રોગના કારણે ઈમર્જન્સી જાહેર કરી છે, સાથે જ ચેતવણી પણ આપી છે કે આ વાઈરલ ઈન્ફેક્શન ભયજનક દરે ફેલાઈ રહ્યું છે.

Reporter: admin

Related Post