News Portal...

Breaking News :

ગળતેશ્વર તાલુકાની મામલતદાર ઓફિસમાં રેકોર્ડ શાખામાં ફરજ બજાવતા કર્મચારીની દાદાગીરી અને મનસ્વી વર્તનના કારણે બાર એસોસિએશનના વકીલોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

2024-07-12 22:40:03
ગળતેશ્વર તાલુકાની મામલતદાર ઓફિસમાં રેકોર્ડ શાખામાં ફરજ બજાવતા કર્મચારીની દાદાગીરી અને મનસ્વી વર્તનના કારણે બાર એસોસિએશનના વકીલોએ નાયબ કલેકટરને આવેદનપત્ર  આપ્યું



ગળતેશ્વર તાલુકાની  મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા રમણ ભાઈ વાઘેલાની દાદાગીરી અને  મનસ્વી વર્તન ના કારણે આજરોજ ગળતેશ્વર બાર  એસોસિએશન નાં વકીલ મિત્રો  દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી 

     



ગળતેશ્વર મામલતદાર ઓફિસમાં હંગામી ધોરણે રેકર્ડ શાખામાં ફરજ બજાવતા રમણભાઈ નામના કર્મચારી પોતાની દાદાગીરી તેમજ અરજદારો જોડે અનછરતું વર્તન કરતા હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી વધવા લાગી હતી જ્યારે બે દિવસ પહેલા ગળતેશ્વર ના એક વકીલ સાથે આ રમણભાઈએ અ સભ્ય વર્તન કરતા ગરતેશ્વર બારના વકીલમિત્રો એ આજરોજ મામલતદાર શ્રી ને આ બાબતે રજૂઆત કરવા જતા મામલતદાર શ્રીએ વકીલોને ઉડાવું જવાબો આપતા આજરોજ ગળતેશ્વર બારના વકીલ મિત્રો આ રમણભાઈની આ બાબતને રજૂઆત કરવા માટે નાયબ કલેક્ટર ઠાસરા ને આવેદન પત્ર આપી રજૂઆત કરેલ છે 


જો આ રમણભાઈ ની સામે કોઈ પગલા નહીં લેવાય તો ગળતેશ્વર બારના વકીલમિત્રો મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી આવા કર્મચારી ની ખોટી દાદાગીરી બંધ કરાવી લોકો ને ન્યાય મળે તેવા હેતુ થી ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવશે અને જરૂર પડે ગાંધીજી માર્ગ પર અપનાવવાની તૈયારી વકીલમિત્રોએ બતાવેલ છે

Reporter: News Plus

Related Post