News Portal...

Breaking News :

પ્રેમ પ્રકરણના કારણે વકીલની હત્યા

2024-09-01 15:04:07
પ્રેમ પ્રકરણના કારણે વકીલની હત્યા


વડોદરા : શહેર નજીક એક વકીલની હત્યાની ઘટના સામે આવી છે. સેરખી ગામ પાસે ચાર અજાણ્યા ઈસમો દ્વારા એક વકીલની બોથડ પદાર્થથી માર મારી હત્યા કરવામાં આવી છે. 


મહિલા સાથે વકીલના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ સેરખી ગામ પાસે સિંધરોટ જતા માર્ગે વકીલ વિઠ્ઠલ પંડિતની હત્યા કરવામાં આવી છે. પરણિત મહિલાના પ્રકરણમાં અનૈતિક સંબંધોની આશંકાએ ચાર ઈસમોએ વકીલને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું માલૂમ પડ્યું છે. 


સેરખી ગામ પાસે ઘાતક હથિયારોના ઘા ઝીંકી વકીલની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગેની જાણ થતા વડોદરા ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વિઠ્ઠલ પંડિતના મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાથે જ વડોદરા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા એક શંકાસ્પદ દંપતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પરણિત મહિલા સાથે વકીલના અનૈતિક સંબંધોની આશંકાએ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

Reporter: admin

Related Post