News Portal...

Breaking News :

વડોદરામાં 10મું પાસ સરપંચે આખા ગામને પૂરથી બચાવ્યું

2024-09-01 14:50:48
વડોદરામાં 10મું પાસ સરપંચે આખા ગામને પૂરથી બચાવ્યું


વડોદરા : મૂશળધાર વરસાદને કારણે વડોદરા શહેર તેમજ તેની આસપાસના સંખ્યાબંધ ગામોમાં તળાવો ઓવરફ્લો થવાના તેમજ ગામોમાં જળબંબાકારની સ્થિતિને કારણે ભારે તારાજીના કિસ્સા બન્યા છે 


ત્યારે વડોદરાના છેવાડાના ખટંબા ગામના સરપંચે સમયસૂચકતા વાપરી કરેલી કામગીરીને કારણે આખું ગામ પૂરમાંથી આબાદ બચી ગયું છે અને ગામમાં ક્યાંય પાણી પણ ભરાઈ રહ્યા નથી.સતત જારી રહેલા વરસાદને કારણે વડોદરા શહેરની સાથે સાથે આસપાસના અનેક ગામડાંઓમાં ભારે નુકસાન થયું છે.  આ ગામના સરપંચના આગોતરા રહ્યું છાણી તળાવ છલકાયું નથી. ધોરણ-10 સુધી ભણેલા સરપંચ કમલેશ ભાઈ વાળંદે એક વર્ષ પહેલાં પંચાયતના સભ્યોને સાથે રાખી આખા ગામમાં રૂ. 5 લાખના ખર્ચે વરસાદી ગટરો બનાવી હતી અને તેમાં જ્યાં પાણી ભેગું થતું હોય ત્યાં જાળી વાળા ગટરના ઢાંકણાં નંખાવ્યા હતા.


 જેથી આ વખતે પાણીનો 15-20 મિનિટમાં જ નિકાલ થઈ ગયો હતો. બીજી તરફ તળાવ ઓવરફલો થઈ ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં નુકસાન ના થાય તે માટે પહેલા વરસાદમાં આખું તળાવ ભરાઇ ગયા બાદ રાતોરાત પંચાયત મારફતે માત્ર રૂ. 2 હજારનો ખર્ચ કરી તળાવમાં પાણી ઠાલવતા કાંસ પાસે 5 ફૂટ ઊંચો અને 10 ફૂટ જેટલો પહોળો માટીનો પાળો બનાવી દીધો હતો. પરિણામે બીજા રાઉન્ડમાં ભારે વરસાદ પડવા છતાં કાંસનું પાણી તળાવમાં ડાઇવર્ટ થયું નહતું અને તળાવ બચી ગયું હતું. આમ, 1500 ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતની અસરકારક પ્રિમોન્સુન કામગીરી પરથી કોર્પોરેશને બોધ લેવો જોઈએ.

Reporter: admin

Related Post