વોર્ડ 19માં કબાડીઓને સામાન હટાવી લેવા સૂચના આપવામાં આવી.રાજકોટની ઘટના બાદ તંત્રને ઘન કચરો હટાવવા સૂચના આપવાનું સૂઝ્યું.
શહેરના વોર્ડ 19 માં અનેક કબાડીઓ આવેલ છે. ભંગારનો ધંધો કરતા આ ભંગારીયાઓને પ્લાસ્ટિકટનો વેસ્ટ હટાવી લેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને વિવિધ વિસ્તારોમાં ભયજનક લાગતા હોય તેવા સ્થળોએ કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે ગોઝારી ઘટના ઘટી હતી જેના પગલે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો જો કે વહીવટી તંત્રની ફિતરત રહી છે કે કોઈ ઘટના બને ત્યારે જ કામગીરી બતાવવી.
વડોદરામાં પણ કઈ એવું જ છે.વડોદરાના વોર્ડ 19 માં ભંગારની અનેક દુકાનો અને ગોડાઉન આવેલા છે.જેમાં ઘણો સામાન પ્લાસ્ટિકનો પણ હોય છે. જેમાં જો કદાચ આગ લાગે તો આસપાસના અનેક વિસ્તાર સપડાઈ શકે છે. આવા વિસ્તારોમાંથી પ્લાસ્ટિક વેસ્ટ હટાવવા માટેની સૂચના આપવામાં આવી છે. વોર્ડ ઓફિસર તથા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ બધો સમાન હટાવવા માટેની સૂચના આપવામાં આવી છે.
Reporter: News Plus