જયારે જયારે કોઈ ઘટના બને માસુમ લોકો નો જીવ જાય ત્યારે તંત્ર સજ્જ થાય થોડા દિવસ કામ કરે, પછી બધુ ઠંડુ પડી જાય એટલે બધુ ભૂલી જાય છે, સમજાતું નથી આ બધુ ક્યાં સુધી ચાલશે
કોઈ અમીર ઘર ના વ્યક્તિ માટે તાત્કાલિક નિર્ણય લેવાતા હોય છે ત્યારે પોલીસ અને સરકાર બને સજ્જ રહી કામ કરે છે અને જો કોઈ ગરીબ વ્યકતી માટે નિર્ણંય લઇ શકતા નથી કેટ કેટલા ધક્કા ખવડાવી ને પણ કામ થતુ નથી,પોલીસ હોય કે તંત્ર પોતાની સત્તા નો દુરુપયોગ કરી ને જે કામ કરવા હોય એજ કરે છે. કેટલીય ગેરકાયદેસર જગ્યાઓ મા કેટ-કેટલા આવા પીકનીક પાર્ક બનાવેલા હોય છે આવી પરમિશન મળે છે ક્યાં થી,અને જેનો ભોગ માસુમ લોકો બને છે, કોઈ ની જિંદગી થી વધારે મહત્વ તમારી સત્તા નુ છે એવુ સમજવુ ખોટુ છે.લોકો હજુ પણ અંધ છે સમજાતા નથી કે આ બધુ પણ એક ગેમ છે, રાજકોટ મા બનેલ દુર્ઘટના ના કારણે હવે અમદાવાદ, સુરત, વડોદરા અને અન્ય જગ્યાઓ પર ચેકીંગ ચાલુ કર્યું તો આ ચેકીંગ પેલે થી રાખેલ હોત પેલે થી કડક પગલાં લીધેલા હોત તો આજે માસુમ લોકો ભોગ ના બન્યા હોત.
સરકાર ને હમેશા એવુ મગજ મા કેમ હોય છે કે કઈ થાય ત્યારે કામ કરીએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની પોતાના વિસ્તાર માટે ની કોઈ જવાબદારી કેમ હોતી નથી, દરેક વિસ્તાર મા અલગ અલગ લોકો ને માત્ર પોતાનો વિસ્તાર સાચવવાનો હોય છે એ પણ સાચવી શકતા નથી, અને કઈ નાનું કામ કરશે એના ફોટો સોશ્યિલ મીડિયા પર update કરશે, શુ તમને ફોટો પાડી ને મુકવા લોકો ચૂંટાઈ ને લાવ્યા છે, તમે કામ કરશો તો તમને લોકો જેવાના જ છે આ બધુ દેખાડો કરવાની જરૂર નઈ પડે, પણ ભોળી પ્રજા સાથે જે તમને ચૂંટાઈ ને લાવે છે એના હિટ માટે વિચાર કરો.ગમેઝોન હોય કે funfair હોય, બોટિંગ હોય કે અન્ય કોઈ પિકનિક માટે ની જગ્યા હોય ત્યા પેહલે થીજ શસ્ત્ર ચેક કરેલા હોય, મશીનરી ચેક કરવામાં આવતી હોય કે ઇલેકટ્રીસિટી ચેક થતી હોય તો આ બધી દુર્ઘટના થી લોકો બચી શકે છે, એના માટે જો કડક કાયદા લેવામાં આવતા હોય તો માસુમ લોકો ભોગ નઈ બને. માટે ભવિષ્ય મા આ ના બને એના માટે કડક કાર્યવાહી થવી જોઈએ, ભોગ બનેલા પરિવાર ને ન્યાય મળવો જોઈએ એ હવે સરકાર વિચારવું રહ્યું.
Reporter: News Plus