વડોદરા લોકસભા બેઠક પર તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ મતદાન કરે તે હેતુથી જિલ્લાના શ્રેષ્ઠીઓ દ્વારા મતદાન અપીલ કરવામાં આવી રહી છે.વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં કેટલાય પાકિસ્તાની સૈનિકોને હરાવનાર રેજિમેન્ટના નિૃવત્ત કર્નલ ફલનીકરે વડોદરાના તમામ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ. મતદાન ન કરનાર નાગરિક પાસે સરકાર કે પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ પર સવાલ ઉઠાવવાનો હક્ક રહેતો નથી. મહત્વનું છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના ત્રીજા તબક્કાનું મતદાન આગામી તા. ૭ મી મેના રોજ યોજાશે. ત્યારે સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.
Reporter: News Plus