News Portal...

Breaking News :

ગત સપ્ટેમ્બરમાં યજ્ઞેશ શાસ્ત્રીએ એક કંપનીના કર્મચારીને માર મારતા ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી

2025-06-18 09:45:37
ગત સપ્ટેમ્બરમાં યજ્ઞેશ શાસ્ત્રીએ એક કંપનીના કર્મચારીને માર મારતા ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી


ભાજપનાં પૂર્વ પ્રમુખ અને અન્ય સામે આરોપ લગાવનારા યજ્ઞેશ શાસ્ત્રી પણ દૂધે ધોયેલો નથી.



પેટ્રોલ પંપ પડાવી લેવા બાબતે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહ, ડે, મેયર ચિરાગ બારોટ સહિતના ભાજપના આગેવાનો સામે આરોપ લગાવનારા યજ્ઞેશ શાસ્ત્રી પણ દૂધે ધોયેલા નહી હોવાનું બહાર આવ્યું છે. 2024માં યજ્ઞેશ શાસ્ત્રી સામે આણંદ જિલ્લાનાં ભાદરણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત 16-09-2024ના રોજ વ્રજેશ જીતેન્દ્રભાઇ પંચાલે (રહે, નડીયાદ) ભાદરણ પોલીસ સ્ટેશનમાં યજ્ઞેશ શાસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તે હેરોન ટેક્નિકલ સોલ્યુશન એલ એલ પી કંપનીમાં ટેક્નિશ્યન ઇન્ચાર્જ  તરીકે નોકરી કરે છે. તેમની કંપની તરફથી જાણ કરવામાં આવે તે જગ્યાએ તેમને સીએનજી ગેસ પંપ પર સીએનજી ગેસ મશીન ઇન્સ્ટોલ કરવા અને રિપેરીંગ કરવા જવાનું હોય છે. 


ગત 12-09-2024ના રોજ કંપની તરફથી તેમને જાણ કરાઇ હતી  કિંખલોડ ગામે શ્રી સાંઇ શ્રીનાથજી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર સીએનજી મશીન ગેસનું મશીન ઇન્સ્ટોલ કરવાનું છે. જેથી તે આ પેટ્રોલ પંપ પર ગયા હતા અને તેમની સાથે ટેક્નિકલ વર્ક માટે અનિલ મહિડા તથા ધર્મેશ ચૌહાણ ગયા હતા. તે વખતે બપોરે 4 વાગે યજ્ઞેશ શાસ્ત્રી તેમની પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે મશીન કેટલીવારમાં ચાલુ થશે. ત્યારે તેમણે જણાવ્યું કે ટેક્નિકલ કામ ચાલુ છે તમારે કોઇ રજૂઆત હોય તો કંપનીમાં જાણ કરો. જેથી યજ્ઞેશ શાસ્ત્રી ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલી તું મને કહેનાર કોણ, પેટ્રોલ પંપનો માલિક હું છું, તારે મને જવાબ આપવો પડશે તેમ કહી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને પાઇપ લઇને તેમને ડાબા હાથે કચ્ચર માર્યો હતો. હાથમાં કચ્ચરનો દુખાવો થતો હોય જેથી બોરસદના સરકારી દવાખાનામાં સારવાર લીધેલી હતી.

Reporter: admin

Related Post