ડભોઇ: નગર અને તાલુકામાં ખૂબ ખૂબ વેચાય છે પૌષ્ટિક ગુણો ધરાવતાં શિંગોડા. ડભોઇ તાલુકાના વઢવાણા રોડ પર તળાવમાં શિંગોડાની મોટાપાયે ખેતી થાય છે.

વેપારીઓ બારેમાસ સૂકા શિંગોડા પણ બારેમાસ વેચે છેડભોઇ તાલુકાના પાણીમાં ઉગતા શિંગોડા સ્વાસ્થ્ય માટે ઘણા પોષ્ટીક ગણાય છે. અને ઘણા બધી બિમારીઓમાં ફાયદા કારક ગણવામાં આવતા હોય છે, ઉપવાસમાં તેના લોટની વિવિધ વાનગી બનાવવામાં આવતી હોય છે.શિંગોડા મોટાભાગે તળાવોમાં રોપાતા હોવાથી વા ગ્રામ્ય વિસ્તારોમાં શિંગોડાની રોપણી કરવા લોકો તળાવો ભાડે લેવા માટે હરાજી કરે છે.

હરાજીમાં જે - વધુ ભાવ બોલે તેને તળાવમાં શિંગોડા કરવા માટે પરમીશન આપે છે. મોટે ભાગ ઓગસ્ટ મહિનામાં શિંગોડાની તળાવમાં પાણીની નીચેની જમીનમાં રોપણી કરે તો સુધી પાકીને તૈયાર થવાની શરૂઆત થઇ જાય છે. તે બાદ તેને તળાવમાંથી વેલા ઉપરથી કાઢીને તેને બજારોમાં લાવવામાં આવે છે. શિંગોડાની ખેતી અંગે ડભોઇ તાલુકાના વઢવાણા રોડ પર વેપારીએ જણાવ્યું હતુ કે શિંગોડાની ખેતી ખુબ જ કઠીન છે શિયાળાની ઠંડીમાં જઈને શિંગોડી ઉપરથી શિંગોડા તોડવામાં આવે છે. ડભોઇ શહેર અને તાલુકામાં શિંગોડાની ખેતી ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે. સહિત અનેક ગામોમાં શિંગોડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરાય છે.


Reporter: admin