વડોદરા : દેશભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતાં પોલીસ તંત્ર સહિત સરકાર ચિંતામાં મુકાઈ છે.

ત્યારે આવા સાયબર ક્રાઈમને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમજ સરકાર દ્વારા લોકોને જાગૃત રહેવા અવાર નવાર અપીલ પણ કરવામાં આવી રહી છે. સાથે દિવસને દિવસે વધતા સાયબર ક્રાઇમ ને ડામવા માટે વડોદરા શહેર સાયબર ક્રાઇમ કટિબદ્ધ છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોને પણ સાયબર ફ્રોડ માટેની જાણકારી ઉપલબ્ધ થાય તેવા સુંદર હેતુ સાથે વડોદરાના બ્રાહ્મણ સભા ખાતે ચિત્ત પાવન યુવા મંચ દ્વારા સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સૌથી વધુ લોકો આ સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામના મુખ્ય વક્તા તરીકે વડોદરા શહેર પોલીસ સાઇબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર મોટવાણી તેમજ સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા ઉપસ્થિત લોકોને સાયબર ફ્રોડ તેમજ સાયબર ક્રાઈમ મુદ્દે મુખ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





Reporter: admin