News Portal...

Breaking News :

ડભોઈ તાલુકાના થુવાવી પાટીયા નજીક ગરમા ગરમ પોંકની હાટડીઓ શરૂ

2024-12-15 20:18:30
ડભોઈ તાલુકાના થુવાવી પાટીયા નજીક ગરમા ગરમ પોંકની હાટડીઓ શરૂ


ડભોઇ : ગત વર્ષ કરતા આ વર્ષે પોંકની કિંમતમા રૂા.૧૦૦નો પોક સાથે તીખી ચટણી અને સેવ ખાવા આસપાસના ગામો લોકો ઉમટી પડે છે  : એન.આર.આઈ. પણ પરત જતી વેળા પોંકની મિજબાની માણવા આવે છે.



ડભોઈ શિયાળાની જમાવટ સાથે રાજયધોરીમાર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટીયા પાસે ગરમા ગરમ પોંકથી હાટડીઓ ખુલી ગઇ છે ગત વર્ષ પોંકના ભાવ 800 રૂપીયાની આસપાસ હતો આ વર્ષે 1000 રૂપીયે કિલોના ભાવે વાનીનો પોંક વેચાય છે. સાથે ટમાટર સેવ અને બેજાતની ચટણી સાથે લિજ્જત માણવા પોક રસીકો અવશ્ય થુવાવી આવે છે તાજા-તાજા તૈયાર થતાં મધ-મધતા પોંકની સોડમ મ્હોમાં પાણી લાવી દે છે પોતે પણ સ્વાદ માણે છે અને પરિવારજનો મિત્રો માટે પણ પેકીંગ કરાવી લઇ જાય છે. 


ડભોઈ-વડોદરા માર્ગ વચ્ચે આવેલ થુવાવી  ગામના પાટીયા પાસે શિયાળાની જમાવટ સાથે ૧૦ જેટલા પૉક સેન્ટરોની હાટડીઓ ખુલી છે માંડવામાં પોંક પાડવા માટેની ઔગની ભઠ્ઠીઓમા રોકીને કપડાની ગોળ લાંબી થેલીમાં ડુંડા ભરી લાકડીથી મારીનેપોંક પાડવામાં આવે છે. ત્યારબાદ મહીલાઓ દ્વારા સુપડાથી સાફ કરી સ્વચ્છ બનાવી વેચવામા આવે છે સાથે બે-જાતની ચટણી તેમજ લીંબુ-મરીની સેવ સાથેનો ટેસ્ટ માણવા કાર ચાલકો-બાઈકસવાર અને લક્ઝરીઓ વાળાઓ પોતાની પરિવારજનો સાથે ગરમાગરમ પોંક સેવની જયાફત ઉડાડે છે. માંડવાઓમાં ખુરશી-ટેબલોની વ્યવસ્થા કરવામા આવે છે. બાજરીના રોટલાથી મ્હ ફેરવતા લોકો હોંશેહોશે પોકનો સ્વાદ માણે છેપોક માટેની સુરતી વાનીની જુવાર તૈયાર કરવામા ખાસ કાળજી માંગી લે છે. વિદેશમાં રહેતા પરિવારો પોંકની સિઝનમાં ખાસ પૉક પેકીંગ કરાવી મંગાવે છે ઘણા એન.આર.આઈ. પરત જતી વેળા પોંકલઈ જવાનુ ચુકતા નથી. ફાર્મ હાઉસ તેમજ લગ્નના પ્રસંગમાં ખાસ પોક મૂકવામાં રીસેપનમાં આવે છે સાથે ઉધીયુ-મિસ્ટાન પણ પીરસાઇ છે.થુવાવી ગામે પોંકની હાટડી ચલાવતા ભરતભાઈ સોલંકી એ જણાવ્યુ હતું.

Reporter: admin

Related Post