વડોદરા શહેર અને જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ઉતરાયણનું પર્વ ઉજવાયું હતું. જો કે લોકોના આ આનંદનું પર્વ મૂંગા પક્ષીઓ માટે કાળ પર્વ બની રહ્યું હતું.

પતંગના કાતિલ દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા. પક્ષીઓ માટે સરકારે વિશેષ કરુણા અભિયાન શરુ કર્યું હતું અને ઘાયલ પશુ પક્ષીઓને તત્કાળ સારવાર મળે તે માટે પ્રયાસો કર્યા હતા. મળી રહેલી માહિતી મુજબ કરુણા અભિયાન અંતર્ગત 281 પક્ષીઓને વન વિભાગ, પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી.ઉત્તરાયણ અને વાસી ઉતરાયણમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં કમાટી બાગ સ્થિત એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે તા. ૧૦થી 14 જાન્યુઆરી દરમિયાન 376 ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 346 પક્ષીઓને પશુપાલન ખાતા, સ્વૈચ્છિક સંસ્થાઓના વેટનરી તબીબોએ સારવાર આપી બચાવી લીધા હતા. જ્યારે, 30 પક્ષીઓ મૃત્યું પામ્યા હતા. જેમાં તમામ કબૂતરનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર ઉત્તરાયણના દિવસે જ 281 પક્ષી ઘાયલ થયા હતા. જેમાંથી 30 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા અને 251 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા.. સારી વાત એ છે કે, તેને પાંખમાં બહુ ઇજા થઇ નથી. ઉડી જવા માટે તેને મુક્ત સ્થળે રાખવામાં આવ્યું છે.
ઘાયલ થયેલા પક્ષીઓમાં ફાલ્કન પક્ષીનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 10 વર્ષમાં ઉતરાયણમાં 6 ફાલ્કન પક્ષી કાતિલ દોરાથી ઘાયલ થયું છે. શાહીન ફાલ્કન એક તો આકાશમાં બહું ઉંચાઇએ ઉડે છે અને સામાન્ય રીતે તે ૩૯૦ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. અન્ય પક્ષીનો શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવે છે. હવે એમાં તે માંઝાથી ઘાયલ થાય તો જમીન ઉપર પટકાવાથી તેને શરીરના અન્ય ભાગોમાં પણ ઇજા થવાની શક્યતા વધુ રહે છે. એથી બચવાની શક્યતા ઓછી થઇ જાય છે. પણ આ વખતે શાહીન ફાલ્કનને ડાબી પાંખમાં ઇજા થઇ છે. શરીરના અન્ય ભાગમાં ઇજા નોંધાઇ નથી. એથી ફરી ઉડી શકશે.ઉપરાંત ગાજ હંસ પણ પતંગના દોરાનું નિશાન બન્યું હતું. મુક્ત ગગનમાં વિહાર કરતી વેળાએ ગાજ હંસ પક્ષી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પતંગના દોરાથી ઘાયલ થઇ નીચે ફસડાઇ પડ્યું હતું. જેને સારવાર આપી એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે
Reporter:







