News Portal...

Breaking News :

હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા ઝઝુમતા આશિષ જોશીને લેન્ડ ગ્રેબિંગની નોટિસ

2025-05-16 10:45:31
હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા ઝઝુમતા આશિષ જોશીને લેન્ડ ગ્રેબિંગની નોટિસ


સત્તાધીશોનાં વખાણ કરો,  હા માં હા કરો તો કાઉન્સિલર અને વિરોધ કરો તો લેન્ડગ્રેબર ?...
હરણી બોટકાંડના પીડિતોને મદદ કરનારા કોર્પોરેટર આશિષ જોશીને યેનકેન પ્રકારેણ હેરાન કરવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. અગાઉ ભાજપમાંથી કાઢ્યા બાદ હવે ભાજપના નેતાઓના જ ઇશારે કોર્પોરેટર આશિષ જોશીએ પોતાના મકાનની પાસે જ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે તે બાબતે કલેક્ટરે નોટિસ આપીને લેન્ડગ્રેબીંગની ફરિયાદ દાખલ કરી છે. આ પ્લોટ પર રહેતા ઝુંપડાવાસીઓ અને પશુપતિનાથ મંદિરને પણ નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે રાજારાણી તળાવમાં રહેતા હરણી બોટકાંડના પીડિત સરલા શિંદેને પણ મામલતદારે નોટિસ આપી છે. 



શહેરના વાઘોડીયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે રતિલાલ પાર્કમાં રહેતા કોર્પોરેટર આશિષ જોશીનો ગુનો માત્ર એટલો જ છે કે તે સત્ય બોલી રહ્યા છે અને સાચુ બોલવાની કિંમત તેમને ચુકવવી પડી છે. હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે શરુઆતથી જ અવાજ ઉઠાવનારા કોર્પોરેટર આશિષ જોશીને કોઇ પણ ભોગે દબાવવા માટે હવે સરકારી તંત્રનો સહારો લેવાયો છે. ભાજપના નેતાઓએ હવે કલેક્ટર દ્વારા આશિષ જોશીને લેન્ડ ગ્રેબીંગના કેસમાં ફસાવાનો કારસો રચાયો છે. આશિષ જોશીના ઘરની પાસે જ પ્લોટ આવેલો છે. જ્યાં કેટલાક ઝુંપડા છે અને પશુપતિનાથનું મંદિર છે. હવે કલેક્ટરે આશિશ જોશી સાથે ત્યાં રહેતા 20 લોકોને નોટિસ આપી છે કે આ જમીન બાબતે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ રજૂઆત મળેલી છે. તે સંદર્ભે તમે 17 તારીખે કલેક્ટર કચેરીએ આવશો. મોજે વોર્ડ નંબર 3 ટીપી નંબર 3માં આવેલા ફાઇલ પ્લોટ અંગે આ નોટિસ આશિષ જોશીને અપાઇ છે. કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે મારી બાજુમાં વર્ષોથી સરકારી પ્લોટ છે. ત્યાં કોઇ દબાણ નથી. ત્યાં ઝુંપડા અને મહાદેવનું મંદિર 23 વર્ષથી છે. ઝુંપડા 60 વર્ષથી છે. પહેલા શોધાયું કે આશિષ જોશી સામે લેન્ડ ગ્રેબીંગ કેસ કરીએ એટલે ગયા અઠવાડીયે કોણ ભાડુ ઉઘરાવે છે. તે સહિતની બાબતોની તપાસ કરાઇ તો સ્થાનિકએ કહ્યું કે કોર્પોરેશને આપેલું છે જેથી હવે બધા પર લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કર્યો છે અને નોટિસ આપી છે. 17 તારીખે કલેક્ટરમાં બોલાવ્યા છે. 



મારા મહાદેવને પણ નોટિસ આપી છે, હવે મહાદેવ તેમને ભસ્મ કરી દેશે. 
હરણી બોટકાંડના પીડિત સરલા શિંદે સાથે પણ આવું કર્યું  છે. આ લોકો કેટલી નફ્ફટાઇ ઉપર ઉતર્યા છે. તે ઝુંપડા પણ 60 વર્ષથી છે. સરલા શિંદેને અઠવાડીયામાં 2 નોટિસ આવી ગઇ છે. ગઇ કાલે ત્રીજી નોટિસ આપી છે. આ લોકોએ મારી જોડે મહાદેવને નોટિસ આપી છે. હવે મારા મહાદેવ તેમને ભસ્મ કરી દેશે. તેમણે મારા મહાદેવને નોટિસ આપી છે. આ મહાદેવવનું સત છે. મારુ કોઇ જાતનું દબાણ નથી. અહીં પ્લે સેન્ટર પહેલા ચાલતું હતું. 2013માં હું રહેવા આવ્યો તે પહેલા મંદિર અને ઝુંપડા હતા. 
આશિષ જોશી, કોર્પોરેટર

Reporter:

Related Post