વડોદરા : શહેરના આર.વી.દેસાઇ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે.

મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપાષષ્ઠી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે ગતરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો

આજે ચંપાષષ્ઠી નિમિત્તે મંદિરમાં લઘુરુદ્ર અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે બોલાઇ આઇ મંદિરથી વરઘોડો નિકળશે અને ખંડોબાના મંદિર ખાતે સાજે સાત વાગ્યાની આસપાસ ભગવાન ખંડોબાના લગ્નની વિધિ યોજાશે જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રિયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.





Reporter: admin







