News Portal...

Breaking News :

લેબર પાર્ટી બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત તરફ

2024-07-05 09:52:44
લેબર પાર્ટી બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત તરફ


લંડન : બ્રિટનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો સામે આવવા લાગ્યા છે. ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક માટે ચૂંટણી પરિણામો ઝટકો સાબિત થવા જઇ રહ્યા છે. 


હારના ભય વચ્ચે ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે હું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દઈશ. અપેક્ષા મુજબ મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં લેબર પાર્ટીએ 102 બેઠકો જીતી લીધી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર નવ બેઠકો જીતવામાં સફળ રહી છે.ચૂંટણીમાં અત્યાર સુધીમાં 650 બેઠકોમાંથી 100થી વધુ બેઠકો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. 


આવી સ્થિતિમાં લેબર પાર્ટીના નેતા કીએર સ્ટાર્મર વડાપ્રધાન બનશે તે નિશ્ચિત જણાય છે. હારના ભય વચ્ચે ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે હું આવતીકાલે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દઈશ. અગાઉ મતદાન સમાપ્ત થયા પછી એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી હતી. BBC-Ipsos એક્ઝિટ પોલમાં Keir Starmerની આગેવાની હેઠળની લેબર પાર્ટી 410 બેઠકો જીતશે તેવો દાવો કરાયો, જ્યારે વર્તમાન PM ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.

Reporter: News Plus

Related Post