સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે પણ બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી.
આજે બપોર બાદ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સોમનાથ,ભુજ સહિતના વિસ્તારોમાં મુછડાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી.ભુજ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા હતા.
નખત્રાણાનું મુખ્ય બજાર નદીમાં ફેરવાયું હતુ.નખત્રાણા-ભુજ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. નખત્રાણામાંથી પસાર થતા માર્ગો પર ભારે પાણી ફરી વળ્યા હતા.બાઇક સવાર નખ્તરણામાં પાણીમાં ઘુસી ગયો હતો અને પાણીની સ્પીડ વધી જવાને કારણે અધવચ્ચે જ ફસાઇ ગયો હતો.સ્થાનિક લોકોએ બાઇક સાથે બે લોકોને બચાવ્યા હતા
Reporter: News Plus