વડોદરા : ઉત્તરાયણના એક દિવસ પહેલા વડોદરા શહેરના માંડવી-ગેંડી ગેટ રોડ ઉપરના સૌથી મોટા પતંગ બજારમાં પતંગોની હરાજી શરૂ થઇ ગઇ છે.
એક માત્ર વડોદરામાં ઉત્તરાયણ પર્વના પૂર્વ દિવસે પતંગોની હરાજી થાય છે. આ હરાજીમાં શહેરના ખૂણે-ખૂણેથી પતંગ રસિયાઓ હરાજીમાં ભાગ લેવા માટે ઉમટી પડતાં હોઇ છે. શહેર પોલીસ તંત્ર દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલબત્ત ટ્રાફિક વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જેમ દિવસ પસાર થતો જાય છે તેમ પતંગોના ભાવોમાં ઘટાડો શરૂ થયો છે.આજે ઉત્તરાયણ પર્વ પૂર્વેનો છેલ્લો દિવસ છે અને રજાનો માહોલ હોવાથી પતંગ અને દોરી બજારોમાં સવારથી જ પતંગ રસિયાઓની ભીડ જોવા મળી રહી છે.
પતંગો, દોરી સહિત ઉત્તરાયણ પર્વના ઉત્સાહમાં વધારો કરતા પીપુડા, ટોપી સહિતની ચીજ-વસ્તુઓ ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને પતંગોના મુખ્ય બજાર મનાતા માંડવી ગેંડી ગેટ રોડ ઉપર સવારથી પતંગ રસિયાઓની ભીડ શરૂ થઇ ગઇ હતી. આ રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં મોટા વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
Reporter: admin







