મંદિર દ્વારા એક વર્ષ સુધી દર્દીઓને નીયમીત પોષણકીટ આપવામાં આવશે.પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિર દ્વારા ટી.બી.ના ૧૦૦૦ દર્દીઓને આગામી એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણકીટ નીયમીત આપવામાં આવશે.

જે અંતર્ગત પોષસુદ પૂર્ણિમાએ તા. ૧૩ જાન્યુઆરીના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો.સંતવલ્લભસ્વામી તથા જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવ અને ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ક્ષયના દર્દીઓને પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણના કાર્યોને બીરદાવ્યા હતા.તેઓએ જણાવ્યું હતું. કે વિકસીત ભારતના સંકલ્પને સીદ્ધ કરવા માટે સામાન્ય નાગરીકો, આગેવાનો, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સહિતના તમામના સહયોગથી વિકાસની આ કામગીરી કરવી પડશે. ખેડા જિલ્લામાં ૨૫,૦૦૦થી દર્દીઓ થકી સોમવારે ૧૦૦૦ જેટલા દર્દીઓને એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણકીટની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલા દર્દીઓ માટે વહીવટી તંત્ર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું સાસંદ દેવુસિંહ ચૌહાણે આશ્વાસન આપ્યું હતું. આ પ્રસંગે પીજ સ્વા.મંદિરના પ્રીયદર્શન સ્વામીએ પૂનમ સત્સંગ સત્રની કથા કરી હતી. જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.

વડતાલ સંપ્રદાયના અગ્રણી સંત ગોવિંદસ્વામી (મેતપુરવાળા), પી.પી.સ્વામી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધ્રુવે જિલ્લા ટી.બી.અધિકારી દિનેશભાઇ બારોટ, ટી.બી.ના દર્દીઓ સહિત અન્ય સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં પૂનમ ભરવા આવેલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકાના નોર્થ કેરોલીના શાલલોર્ટ સીટીમાં નિર્માણાધિન ગઢપુર ધામ મંદિરમાં પ્રતિષ્ઠીત થનાર મૂર્તિઓનું આચાર્ય મહારાજના હસ્તે પૂજન કરાયું. નડિયાદ : સોમવારે પોષીપૂર્ણિમાના રોજ સવારે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે અમેરિકાના નોર્થ કેરોલીના શાલલોર્ટ સીટીમાં નિર્માણાધિન ગઢપુર ધામ મંદિરમાં પ્રતિષ્ઠીત થનાર મૂર્તિઓનું આચાર્ય મહારાજના હસ્તે પૂજન કરાયું હતું. આ પ્રસંગે સુચીત મંદિરના પ્રણેતા અને ગુરૂવર્ય ગોવિંદપ્રસાદ સ્વામી (જલગાંવ વાળા), વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશસ્વામી, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, બાપુસ્વામી, હરિઓમસ્વામી, કોઠારી પી.પી.સ્વામી (રામપુરા-સુરત), શા.ધર્મનંદનસ્વામી (ખંભાત), શા.હરિચરણદાસજી (યુએસએ) સહિતના સંતો તથા ગઢપૂર મંદિરના ટ્રસ્ટીઓ રમેશભાઇ ધાનાણી, વિનોદભાઇ પટેલ, દુલાભાઇ મેદપરા ઉપરાંત યુવા હરિભક્તો નીલકંઠ તથા ઋશન વગેરે ઉપસ્થિત રહી પૂજાવિધિમાં જોડાય હતા. યુએસએ શાર્લોટ ખાતે પ્રતિષ્ઠીત થનાર ગોપીનાથજી મહારાજ, રાધિકાજી, હરિકૃષ્ણ મહારાજ, રણછોડરાય, લક્ષ્મીનારાયણદેવ તથા સિધ્ધેશ્વર મહાદેવ – પાર્વતીજીની મૂર્તિઓ જયપુર ખાતે તૈયાર કરવામાં આવી હતી. જેનું પૂજન વડતાલ ગઢપૂર તથા જુનાગઢ ખાતે થયા બાદ ઉક્ત મૂર્તિઓ દરિયાઇ માર્ગે શાર્લોટ સીટી યુએસએ પહોંચાડાશે. સમગ્ર પૂજન વ્યવસ્થા મૂનીવલ્લભસ્વામી તથા શ્યામસ્વામીએ કરી હતી.


Reporter: admin







