વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં કોદરવાયા ગામમાં 26 વીઘા જમીનમાં જામફળની ખેતી 60 વર્ષીય કિરીટભાઈ પટેલ કરી રહ્યા છે. જેમાં ખાસ સરકારની કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ યોજનાની સહાય પ્રાપ્ત કરી છે. અને આ યોજના માટે વડોદરા જિલ્લામાંથી અરજી કરનાર કિરીટભાઈ પટેલ પ્રથમ હતા.

કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, જામફળનું ફળ આવતાં દોઢથી બે વર્ષ જેટલો સમય લાગે છે. 26 વીઘા જમીનમાં 5000 છોડ વાવેલા છે. એક છોડ ઉપર 15 થી 20 કિલો જેટલું ઉત્પાદન મળે છે. તથા કોમ્પ્રિહેન્સિવ યોજનામાં છોડ માટે, ખાડા ખોદવા, ખાતર નાખવું, તથા લેબર રૂમ, ટ્રેક્ટર અને ટ્યુબવેલ કરવા માટે પણ સહાય અને તમામ વસ્તુઓમાં સબસીડી મળે છે. એક વીઘે એક લાખ રૂપિયા જેટલું અંદાજીત ઉત્પાદન મળે છે.

વધુમાં જણાવ્યું કે, વર્ષોથી ખેતી કરી રહ્યા છે પણ છેલ્લા ત્રણ વર્ષથી જામફળનું વાવેતર કર્યું છે. દિવાળીથી ફળ આવાની શરૂઆત થઈ જાય તે એપ્રિલ મે મહિના સુધી ઉત્પાદન મળે. ત્યારબાદ તેનું કટિંગ કરી નાખવામાં આવે અને નવી ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થાય. આ સિવાય ઉમરવા ગામમાં લીંબુની ખેતી 15 વિઘા જમીનમાં ખેતી કરી છે, જ્યાં 1300 છોડ છે. એમાં પણ યોજનાની સહાય લીધેલી છે. આ તમામ ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જ કરવામાં આવી છે. પરંતુ મીનીબગ રોગના કારણે સિન્થેટિક દવાનો છંટકાવ કરવો પડ્યો હતો. .




Reporter: News Plus







